અવધ એક્સપ્રેસ | ઉનાઈ
” ઉનાઈમાતા ઉષ્ણ અંબા ધામ દક્ષિણ ગુજરાત ની શક્તિ પીઠ સમાન છે, ભગવાન રામ ની પ્રેરણા થી ઉનાઈમાતા પ્રગટ થયા છે “ઉપરોક્ત શબ્દો આજે ભાદરવી પૂનમ ના પાવન દિવસે ઉનાઈમાતા મઁદિરે કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ ઉચ્ચાર્યા હતા દર વરસ ના નિયમ પ્રમાણે માતાજી ને ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પક્ષ નવસારી જિલ્લા ઉપ પ્રમુખ અશોકભાઈ ગજેરા, કથાકાર ભાસ્કરભાઈ દવે, શ્રી રામ મિશ્રા, હરિશભાઈ પરમાર, પૂજારી રાકેશભાઈ દુબે, અને મઁદિર સ્ટાફ કર્મચારી સહભાગી બન્યા હતા અશોકભાઈ ગજેરા દ્વારા વર્ષોથી દર પૂનમે હવન કરી ને ભોજન પ્રસાદ અપાઈ છે ઉનાઈ માતા ધામ ગુજરાત મહારાષ્ટ્ર ના લાખો ભક્તો નું આસ્થા કેન્દ્ર છે આજે ભાદરવી પૂનમ હોવાથી વિશાળ સઁખ્યામાં લોકો એ ઉનાઈ માતા ના દર્શન પૂજન નો લાભ લીધો હતો
