સમગ્ર ગુજરાત મા બહુચર્ચિત બનેલા મહીસાગર ના નલ સે જલ ના કામો મા આચરવામાં આવેલા ૧૨૩ કરોડ રૂપિયા ના કૌભાંડ ના પગલે અંદાઝે ૬૨૦ જેટલા ગામો ના પ્રજાજનો ના પીવાના પાણી ના હક્કો ઝૂંટવી લઈ ને કૌભાંડીઓ અત્યારે જલ્સાઓ કરી ને કૌભાંડ માંથી વસાવેલી કરોડો રૂપિયા ની સંપત્તિઓ મા આળોટી રહયા છે. મહીસાગર ના આ નલ સે જલ ના ૧૨૩ કરોડ રૂપિયા ના કૌભાંડ મા રાજ્ય સરકાર પાસે પણ પોતાના સરકારી ગ્રાન્ટ ના નાણા ની વસૂલાતો કરવા માટે કોઈ યોગ્ય માર્ગદર્શિકા હોય એવુ અત્યાર સુધી કયાંયે દેખાતુ નથી.અને નલ સે જલ ના કૌભાંડ મા અત્યાર સુધી જે આરોપીઓ ઝડપાયા આ આરોપીઓ અદાલત સમક્ષ પોતે કરેલા કૌભાંડ ના માત્ર ૧૫ ટકા ની રકમ અદાલત સમક્ષ સ્વૈચ્છિક રીતે જમા કરાવી ને ફટાફટ જામીન મુક્ત થઈ ને બહાર આવી રહયા છે આ કૌભાંડીઓ પાસેથી બાકી ના ૮૫% ની નાણાંકીય વસૂલાતો કેવી રીતે કરવી આ અતિ ગંભીર કહેવાતા મુદ્દા મા સરકાર હજુ સુધી અંધારા મા અટવાતી હોવાનુ દેખાઈ રહયુ છે.આ મહીસાગર ના નલ સે જલ ના ૧૨૩ કરોડ રૂપિયા ના કૌભાંડ મા સી.આઇ.ડી.ક્રાઈમ ની તપાસ ટીમ દવારા વધુ એક કૌભાંડી કોન્ટ્રાકટર બકુલચંદ્ર કાલીદાસ પટેલ અને લુણાવાડા તાલુકા ના વખતાપુર ગામ ના સરપંચ નિખિલ રવજીભાઈ પટેલ ની આરોપી તરીકે ધરપકડ કરવામા આવતા બાકી રહેલા કૌભાંડીઓ મા પણ ચાલો આપણા માંથી બે ઓછા થયા અને આ બન્ને બે•ચાર દિવસો મા જ સબ જેલ માંથી જામીન મુક્ત થઈ ને બહાર આવી જશે ની હળવાશપૂર્વક નો હાશકારો પ્રસરી જવા પામ્યો છે.
મહીસાગર ના નલ સે જલ ના કૌભાંડ મા આરોપી તરીકે ઝડપાયેલા કૌભાંડી કોન્ટ્રાકટર બકુલચંદ્ર કાલીદાસ પટેલે સંતરામપુર તાલુકા ના તળાવ ના મુવાડા અને કડાણા તાલુકા ના ધરોળા ગામ માં નલ સે જલ ના કામો મા અંદાઝે ૫૦ લાખ રૂપિયા ઉપરાંત ની ગેરરીતિઓ ના કૌભાંડ ને અંજામ આપ્યો હતો.જ્યારે લુણાવાડા તાલુકા ના વખતાપુરા ગામ ના સરપંચ નિખિલ રવજીભાઈ પટેલે નલ સે જલ યોજના ના કામો પેટે પાણી સમિતિ ના બેંક ખાતા મા જમા થયેલા નાણા માંથી ૪ લાખ રૂપિયા પોતાના બેંક ખાતા મા જમા કરાવવાના આ ચક્કરો મા સરપંચ નિખિલ પટેલ આખરે સી.આઇ.ડી. ક્રાઈમ ની તપાસો મા આરોપી બની ગયા હતા.જો કે મહીસાગર ના નલ સે જલ ના ૧૨૩ કરોડ રૂપિયા ના કૌભાંડ મા સી.આઇ.ડી.ક્રાઈમ દવારા અત્યાર સુધી ૫૨ આરોપીઓ ની ધરપકડ કરી ને બાકી ના આરોપીઓ ને ઝડપી પાડવા માટે ઐતિહાસિક કૂચ જારી રાખી છે.
…………………………………………
મુખ્ય સૂત્રધાર અબ્બાસઅલી રાજપરા ની “લાપતા” ની દિલચસ્પ કહાની વચ્ચે….
લુણાવાડા વાસ્મો કચેરી ના તત્કાલીન વધુ એક ભ્રષ્ટ કર્મચારી દશરથ પરમાર ની આરોપી તરીકે ધરપકડ કરાઈ…
લુણાવાડા વાસ્મો કચેરી ના તત્કાલીન ભ્રષ્ટ યુનિટ મેનેજર અબ્બાસઅલી રાજપરા ની વહીવટી ટીમ દવારા કોન્ટ્રાક્ટરો સાથે મળી ને મહીસાગર જિલ્લા મા બે•પાંચ ગામો નહી પૂરા ૬૨૦ ગામડાઓ મા નલ સે જલ ના ૧૨૩ કરોડ રૂપિયા ના કૌભાંડ ને અંજામ આપવામાં આવ્યો હતો આ સમગ્ર કૌભાંડ ના મુખ્ય સૂત્રધાર આરોપી અબ્બાસઅલી રાજપરા છેલ્લા એક વર્ષ ઉપરાંત થી સી.આઇ.ડી.ક્રાઈમ ની હાઈટેક તપાસ ટીમો ના રડાર ઉપર દેખાતો નથી આ ભ્રષ્ટ યુનિટ મેનેજર અબ્બાસઅલી રાજપરા દેશ મા છે કે દેશ છોડી ને ભાગી ગયો છે આ પણ કોઈ ને ખબર નથી.ત્યારે લુણાવાડા વાસ્મો કચેરી ના તત્કાલીન ભ્રષ્ટ વહીવટી ટીમ મા સામેલ અને જે તે સમયે સંતરામપુર મા આસિસ્ટન્ટ ટેક્નિકલ મેનેજર તરીકે ફરજ બજાવતા આ ભ્રષ્ટ કર્મચારી દશરથ રામસિંહ પરમાર ની સી.આઇ.ડી.ક્રાઈમ દવારા આરોપી તરીકે ધરપકડ કરવામા આવી હતી. લુણાવાડા વાસ્મો કચેરી ના તાબા હેઠળ જે તે સમયે આસિસ્ટન્ટ મેનેજર ટેક્નિકલ તરીકે ફરજ બજાવતા દશરથ રામસિંહ પરમારે નલ સે જલ ના કૌભાંડી કોન્ટ્રાક્ટરો પાસે થી લાંચ ના નાણા રોકડે થી તો લીધા જ હશે પરંતુ આ લાંચ ના નાણા લેવાના ડર વગર ના વહીવટો મા આ દશરથ પરમારે અંદાઝે ૨.૭૭ લાખ રૂપિયા ના લાંચ ના નાણા ની હેરાફેરીઓ પોતાના બેંક ખાતા મા કરાવતા તેઓનો કૌભાંડી ચહેરાઓ બહાર આવ્યો હતો.સંતરામપુર ના આ તત્કાલીન કૌભાંડી કર્મચારી દશરથ રામસિંહ પરમાર ખેડા મા છુપાયા હોવાની બાતમી ના આધારે સી.આઇ.ડી.ક્રાઈમ ની તપાસ ટીમો એ સર્ચ ઓપરેશન હાથ ધરી ને લાંચીયા કર્મચારી દશરથ પરમાર ની આરોપી તરીકે ધરપકડ કરી હતી.
ભાગતા ફરતા કૌભાંડીઓ મા ચાલો આપણા માંથી બે ઓછા થયા ના રાહત ભર્યો હાશકારો…
મહીસાગર ના નલ સે જલ ના કૌભાંડ મા કૌભાંડી કોન્ટ્રાકટર બકુલચંદ્ર પટેલ અને વખતાપુરા ના ભેજાબાજ સરપંચ નિખિલ પટેલ ની આરોપી તરીકે ધરપકડ.
રાજ્ય સરકાર પણ પોતે ચૂકવેલા નાણા ની વસૂલાતો કૌભાંડીઓ પાસે થી કેવી રીતે કરવી ના અંધારા મા અટવાય છે કે શુ..?!!
—ગુજરાત ને હચમચાવી દેનારા ૧૨૩ કરોડ ના કૌભાંડ મા આરોપીઓ ના “અભી અંદર ગયા અભી બહાર આયા” જેવા ચોંકાવનારા ખેલો થી પ્રજાજનો ખુદ સ્તબ્ધ…
