જમિયત ઉલેમા-એ-હિન્દ, આણંદ શહેર તથા ફેથ ફાઉન્ડેશન અને ફેથ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મફત રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં 50થી વધુ બાળકો અને 70થી વધુ વડીલોએ ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન તબીબો દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ કરી જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓને મફત દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
સાથે સાથે લાઈફકેર લેબોરેટરીના સહયોગથી કેમ્પમાં ભાગ લેનાર લોકોની લોહી તથા પેશાબની તપાસ પણ નિઃશુલ્ક કરવામાં આવી હતી.
આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ લોકો સુધી નિઃશુલ્ક આરોગ્ય સેવા અને તબીબી સુવિધાઓ પહોંચાડવાનો હતો. આયોજકો દ્વારા આગામી દિવસોમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં આણંદ શહેર ના જમિયત ના તમામ ઉલેમા તથા ફેઇથ હોસ્પિટલ ના તબીબ ડો સમીર મલેક, ડૉ સાલિમ કડિયાવાળા દ્ધારા સેવા આપવામાં આવી.
