(વડોદરા, તા.૦૬)
વડોદરા જિલ્લાના તાલુકા દીઠ મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ “યોજાવામાં આવનાર છે. વડોદરા જિલ્લાના અરજદારોની રજૂઆતોના સરળ નિરાકરણ અર્થે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની મળેલ સફળતા પછી નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાએ પ્રજાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાનો કાર્યક્રમ તા.૨૫/૦૮/૨૦૨૬ ને ચોથા મંગળવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે તાલુકા સ્વાગત લાયઝન અધિકારીઓની હાજરીમાં યોજાશે.
આ કાર્યક્રમમાં કરજણ તાલુકામાં તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર, વડોદરાના અધ્યક્ષસ્થાને,મામલતદાર વડોદરા તાલુકામાં તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી, વડોદરાના અધ્યક્ષસ્થાને તથા સિનોર તાલુકામાં તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્યના અધ્યક્ષસ્થાને થશે. તો સબંધિત તાલુકાના નાગરિકોએ તેઓના (સેવાકીય, કોર્ટમેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયના) પ્રશ્નો લેખિતમાં તા.૧૦/૦૮/૨૦૨૬ સુધીમાં તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રીટની કચેરીઓમાં રૂબરૂમાં રજુ કરવાના રહેશે. અરજી ઉપર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” ના મથાળા હેઠળ એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તા.૧૦/૦૮/૨૦૨૬ સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે, એમ નિવાસી અધિક કલેક્ટરની અખબારી યાદીમાં જણાવાયું છે.