દે.બારીઆ ન.પાલિકા મા ભા.જ.પ.ના પ્રમુખ ધર્મેશ કલાલ ની સત્તાઓ સામે બાંયો ચડાવનારા ભા.જ.પ.ના ૬ બળવાખોર સદસ્યો ને સભ્યપદે થી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.દે.બારીઆ ન.પાલિકા ના આ ૬ સદસ્યો માટે યોજાયેલ પેટા ચૂંટણી ના જંગ ના જાહેર થયેલા પરિણામો મા ૪ બેઠકો ઉપર કોંગ્રેસ અને “આપ”ના ગઠબંધન ને વિજય હાંસલ કરી ને કબ્જે કરતા આ પેટા ચૂંટણી ના પરીણામો એ સત્તાધારી ભા.જ.પ.ને જબરદસ્ત આઘાત આપ્યો હોવાનો સન્નાટો ભા.જ.પ.ના એ મોભીઓ મા છવાઈ ગયો છે.અને દે.બારીઆ ન.પાલિકા મા ૬ બેઠકો પૈકી ૪ બેઠકો ઉપર ભા.જ.પ.ને હાર નો સામનો કેમ કરવો પડ્યો આ અંગે હવે દાહોદ જિલ્લા ભા.જ.પ.પ્રમુખ સ્નેહલ ધરીયા પોસ્ટ મોર્ટમ રિપોર્ટ તૈયાર કરી ને પ્રદેશ ભા.જ.પ.ના મોભીઓ સમક્ષ ભા.જ.પ.ના ૪ બેઠકો ઉપર ના કારમાં પરાજય નો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ નો અહેવાલ રજૂ કરશે.પરંતુ આ પહેલા દે.બારીઆ ન.પાલિકા ના ૬ સદસ્યો ના પેટા ચૂંટણી જંગ મા સત્તાધારી ભા.જ.પા. નો ૪ બેઠકો ઉપર પરાજય થયો હોવાના આ પરીણામો એ અંદરખાને થી સત્તાધારી ભા.જ.પા.ને જબરદસ્ત હચમચાવી મૂક્યુ છે.અને આ પરીણામો ની પ્રદેશ ભા.જ.પ.માં પણ ગંભીર નોંધ લેવામાં આવી છે.એટલા માટે કે દે.બારીઆ ન.પાલિકા ના પ્રમુખ ધર્મેશ કલાલ ની સત્તાઓ બચાવવા માટે હવે “બકરું કાઢતા ઉટ ફસાઈ” ગયુ જેવો ઘાટ સર્જાયો છે.અને પ્રમુખ ધર્મેશ કલાલ ની સત્તાઓ લઘુમતી મા મુકાઈ ગયા અને વિરોધપક્ષ ના સદસ્યો બહુમતી મા આવી જતા સત્તાધારી ભા.જ.પા. મા ગંભીર નોંધ લેવા મા આવી છે.
દે.બારીઆ ન.પાલિકા ના ૬ સદસ્યો માટે ના પેટા ચૂંટણી જંગ માટે સત્તાધારી ભા.જ.પ.અગ્રણીઓ એ “ફુલ પ્રૂફ” માસ્ટર પ્લાન બનાવ્યો હતો અને એના આધારે દાહોદ જિલ્લા ભા.જ.પ.પ્રમુખ સ્નેહલ ધરીયા એ દે.બારીઆ પાલિકા ના આ પેટા ચૂંટણી જંગ મા ભા.જ.પ.તમામ ૬ બેઠકો ઉપર વિજય હાંસલ કરશે ના આત્મ વિશ્વાસ સાથે ની ચર્ચાઓ પ્રદેશ ભા.જ.પ.પ્રમુખ જગદીશ વિશ્વકર્મા,પ્રદેશ ભા.જ.પ.મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને દાહોદ જિલ્લા ભા.જ.પ.ના પ્રભારી રાજેન્દ્ર પટેલ સાથે વન ટુ વન બેઠકો કરી ને તમામ ૬ બેઠકો જીતવાના દાવાઓ કરાયા હતા.પરંતુ દે.બારીઆ ના મતદારો એ ભા.જ.પ.ના આ દાવાઓ ને જાકારો આપી ને ૬ પૈકી ૪ બેઠકો મા ભા.જ.પા.ને કારમો પરાજય આપ્યો હતો એમા ભા.જ.પ.ના “ફુલ પ્રૂફ” મેનેજમેન્ટ મા ગાબડા તો પડ્યા સાથોસાથ જે વોર્ડ માં ભા.જ.પ.ના અગ્રણી પદાધિકારીઓ ને જવાબદારીઓ સુપ્રત કરાઈ હતી આ નિષ્ફળ સાબિત થઈ હતી.જો કે દે.બારીઆ ન.પાલિકા ના પેટા ચૂંટણી ના જાહેર થયેલા પરિણામો ના પરાજય માં ભા.જ.પ.મોભીઓ આત્મ મંથનો કરે કે ના કરે પરંતુ નગર ના પ્રજાજનો અને ભા.જ.પ.ના સનિષ્ઠ હિતેચ્છુઓ પોત પોતાની રીતે ભા.જ.પ.ના પરાજય ના સમીકરણો નુ આત્મ મંથન ની ચર્ચાઓ શરૂ કરી દીધી છે. એમા દાહોદ જિલ્લા ભા.જ.પ.પ્રમુખ સ્નેહલ ધરીયા એ ૬ બેઠકો ના પેટા ચૂંટણી જંગ ને જીતવા માટે ત્રણ મહામંત્રીઓ ને દરેક વોર્ડ ની જવાબદારીઓ સુપ્રત કરી હતી.ધારાસભ્યો,સંસદ સભ્ય અને ભા.જ.પ.અગ્રણીઓ ના કાફલા એ દે.બારીઆ મા ધામા નાખ્યા હતા. પરંતુ ચોંકાવનારું ગંભીર આશ્ચર્ય તો એ બહાર આવ્યુ કે પ્રમુખ ધર્મેશ કલાલ પોતાના વોર્ડ ના રાધે ગોવિંદ પ્રા.શાળા ના બુથ મા ભા.જ.પ.ને વિજય અપાવી ન શક્યા જયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ ની ઓફિસ છે ત્યાં ભા.જ.પ.ના અગ્રણીઓ રહે છે આ વોર્ડ મા પણ ભા.જ.પ.ને પરાજય નો સામનો કરતા પરીણામો જાહેર થતા સત્તાધારી ભા.જ.પ.મા સન્નાટો પ્રસરી જવા પામ્યો છે અને અંદરખાને એક મેક ઉપર દોષ નો ટોપલો ઢોળી ને છટકવાના પ્રયાસો શરૂ થયા હોવાનુ કહેવાય છે.
દાહોદ જિલ્લા ભા.જ.પ.પ્રમુખ સ્નેહલ ધરીયા ભા.જ.પ.ના પરાજય નો “પોસ્ટ મોર્ટમ” અહેવાલ તૈયાર કરે કે ના કરે પરંતુ…
દે.બારીઆ ન.પાલિકા ની ૬ સદસ્યો માટે ના પેટા ચૂંટણી જંગ મા ભા.જ.પ.ની પ્રતિષ્ઠાઓ નો ૪ બેઠકો ઉપર કારમો પરાજય થતા પ્રદેશકક્ષા એ અતિ ગંભીર નોંધો લેવાઈ..!!
—દાહોદ જિલ્લા મા કોંગ્રેસ અને “આપ” ના અચાનક વધતા પ્રભાવો વચ્ચે દે.બારીઆ પાલિકા ના પેટા ચૂંટણી જંગ ના પરીણામો એ ભા.જ.પ.ને વધુ એક અંડર કરંટ આપ્યો..!!
