અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી સાકરદા 84 કરોડ ના ખર્ચે બનેલ રોડ ટૂંકા ગાળામાં જ ખખડધજ થઈ જતા વાહનચાલકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તેવામાં ભાદરવા પાસે રસ્તાની વચ્ચે ડમ્પર ફસાતા રોડ ની નબળી કામગીરી નો ઉત્તમ દાખલો સામે આવ્યો છે
સાવલી સાંકરદા રોડ જ્યાર થી બન્યો ત્યારનો વિવાદ નું કેન્દ્ર બનેલ છે અને રોડ ની હલકી ગુણવત્તા મુદ્દે ઉચ્ચસ્તરે રજૂઆતો પણ થઈ છે પરંતુ પરિણામ શૂન્ય છે સાવલી થી સાંકરદા રોડ 84 કરોડથી વધુના માતબર ખર્ચે બનેલો છે પરંતુ રોડની ગુણવત્તા સામે સવાલો વારંવાર સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે અને ભૂતકાળમાં મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો થઈ છે તેવામાં આજરોજ બપોરના સમયે રોડની વચ્ચોવચ પડેલા મસ્મોટા ખાડામાં ડમ્પર ફસાઈ ગયું હતું તેના પગલે

આ રોડની ખખડધજ હાલત ફરી ચર્ચાનો વિષય બન્યો છે ભાદરવા ગામ પાસે રસ્તાની વચ્ચે જ ડમ્પર ફસાઈ જતાં ટ્રાફિકને અસર થઈ હતી. આ ઘટનાને પગલે કરોડોના ખર્ચે બનેલા માર્ગની ગુણવત્તા અને કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
મળતી વિગતો મુજબ, 84 કરોડથી વધુના ખર્ચે બનેલો સાવલી સાકરદા રોડ ટૂંકા ગાળામાં જ બિસ્માર હાલતમાં આવી ગયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રસ્તાની હાલતને કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આ રોડ સાવલી થી રહીને સાકરદા સુધી ઠેર ઠેર બેસી ગયો છે અને ભારે ઉબડખાબડ બની ગયો છે તેના પગલે રાહદારીઓને ભારે આપદા ભોગવવાનો વારો આવ્યો છે ભાદરવા ગામના પાદરે રોડની વચ્ચોવચ ડમ્પર ફસાઈ જતાં માર્ગની સ્થિતિ ફરી ચર્ચામાં આવી છે.

નોંધનીય છે કે ભૂતકાળમાં પણ આ માર્ગની કામગીરીને લઈને મુખ્યમંત્રી સહિત સંબંધિત તંત્ર સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
હવે સવાલ એ ઊભો થાય છે કે કરોડોના ખર્ચે બનેલા આ માર્ગની આવી સ્થિતિ માટે જવાબદાર કોણ? શું માર્ગની ગુણવત્તાની યોગ્ય તપાસ કરવામાં આવશે? તેવા વેધક સવાલો ઉભા થયા છે આ બાબતે સ્થાનિક અગ્રણી મહેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ રોડ બન્યો ત્યારથી જ ભારે ભ્રષ્ટાચાર થયો છે અને આ બાબતે મુખ્યમંત્રી જિલ્લા કલેકટર સુધી મેં લેખિત રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી અને હાલ આ રોડ પર ખાડાના પગલે બાઈક સવારો અને અકસ્માત થાય છે તો વહેલી તકે પ્રજાની સમસ્યાનો નિરાકરણ આવે તે જરૂરી છે અને આવનાર સમયમાં આ રોડ મુદ્દે આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે
PWD એટલે “પૈસા વાપરો ધૂમ” જેમાં ગુણવત્તા હોય છે ગુમ..

