અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી તાલુકામાં લસુન્દ્રા ગામ ની સીમમાં સરકારી ગૌચરમાં અજાણ્યા ટેન્કર ચાલક દ્વારા હઝારો લિટર કાળું કેમિકલ ફેંકતા ભારે દુર્ગંધ ના પગલે પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને કસૂરવારો સામે પગલા ભરવા માંગ ઉઠી છે
સાવલી તાલુકાના લસુન્દ્રા સુભેલાવ રોડ પર આવેલ સરકારી પડતરમાં અજાણ્યા ટેન્કર ચાલક દ્વારા હઝારો લિટર કાળું કેમિકલ ખાલી કરીને ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે

મળતી માહિતી મુજબ હજારો લિટર કેમિકલ ફેકવાના કારણે ભારે દુર્ગંધ આવી રહી છે અને આજુબાજુના જમીનમાં માલિકો અને રાહદારીઓ માથું ફાટી જાય તેવી દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને પશુપાલકો ને પોતાના પાલતુ પશુ ઓ ને પાણી પીવા માટે તકલીફો ઉભી થઈ છે. અને આ કેમિકલથી જમીન પાણી અને ભૂગર્ભ સ્તર અને પર્યાવરણને નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે
ઘટનાની જાણ થતાં મંજુસર પોલીસ ને થતા એસ ઓ જી અને FSLની અને પોલ્યુશન વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફેંકવામાં આવેલા કેમિકલનો પ્રકાર અને તેની અસર અંગે તપાસ હાથ ધરાઈ રહી છે. કેમિકલ ક્યાંથી આવ્યું અને કઈ કંપની જવાબદાર છે તે દિશામાં તપાસ હાથ ધરી છે સાથે સાથે એફ એસ એલ તેમજ જી પી સી બી ની ટીમે કેમિકલના સેમ્પલ કલેક્ટ કર્યા છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ 40 હઝાર લિટર થી વધુ કેમિકલ ફેંકવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે આ બાબતે સ્થાનિક અગ્રણી ડો પ્યારે સાહેબ રાઠોડ એ જણાવ્યું હતું કે લસુન્દ્રા ગામે ગોચર માં તલાવડી માં અને ગટરો માં ભરાયેલા પાણી ચાલો સાલે વરસાદ ઓછો હોવાને કારણે પોતાના પશુઓને પાણી પીવડાવવા માટે તેમજ સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેવામાં આ ઝેરી કેમિકલ નાખીને તમામ પાણી દૂષિત કરી દેવામાં આવ્યું છે તેના પગલે કસૂરવારો સામે કડક હાથે કાર્યવાહી કરવા ની માંગ કરી છે અને સાથે સાથે જીપીસીબીના અધિકારીઓ ની મિલીભગતથી કૃત્ય ચાલતું હોય તેવો આક્ષેપ કર્યો હતો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે

જ્યારે તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં આવેલી ફેક્ટરી ઓ દ્વારા ઉત્પાદનમાં નીકળતો કેમિકલ વેસ્ટ થોડાક રૂપિયા બચાવવા માટે માનવ જીવનને ખતરામાં નાખતા તત્વો જેર થાય તે જરૂરી છે અને મોક્સી પંથક સમલાયા પંથક લસુન્દ્રા પંથક ટુંડાવ પંથક માં બેરોકટોક હેઝર્ડદસ્ત વેસ્ટ નાખી રહ્યા છે ત્યારે તંત્ર કસૂરવારો સામે દાખલા રૂપ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે
અત્રે ઉલ્લેખનીય છે કે મંજુસર GIDC તથા લસુંદ્રા વિસ્તારમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા હોવાને કારણે શંકાસ્પદ કેમિકલના નિકાલ પાછળ કયું ઔદ્યોગિક એકમ જવાબદાર છે, તે શોધવું જરૂરી બન્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળની તપાસ કરી શંકાસ્પદ પદાર્થના નમૂના એકત્રિત કરવામાં આવે અને માન્ય લેબોરેટરીમાં તેનું પરીક્ષણ કરાવવામાં આવે સાથે સાથે આ કેમિકલમાં કયા રાસાયણિક ઘટકો છે, તેનો ઉપયોગ કયા પ્રકારની ઔદ્યોગિક પ્રોડક્ટ બનાવવામાં થાય છે અને આવી પ્રોડક્ટનું ઉત્પાદન કઈ કંપનીઓ કરે છે, તે દિશામાં તપાસ કરવામાં આવે તો જવાબદારો સુધી પહોંચવામાં મદદ મળી શકે છે. સાથે જ, આસપાસના ઔદ્યોગિક એકમોના કેમિકલના સંગ્રહ, પરિવહન અને કચરાના નિકાલની પ્રક્રિયાની પણ ચકાસણી થવી જોઈએ.
