અવધ એક્સપ્રેસ | વડોદરા
મારો દેશ મારી જવાબદારી , વિકસિત ભારત મારો સંકલ્પ , સપનો થી સમૃદ્ધિ સુધી નવા ભારતની ઓળખ માટે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી વડોદરા દ્વારા ૨૫૦૦૦ થી વધુ ચિત્રો એક જ જગ્યાએ એકત્રિત કરવામાં આવ્યા, જેની નોંધ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગે લીધી છે . આ વિકસિત ભારત ૨૦૪૭ ના ચિત્રોમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની કાલ્પનીક શક્તિઓ અને પોતાના મનથી વર્ષ ૨૦૪૭ના વિઝનનું નિરૂપણ કરેલ છે. ભારત શિક્ષિત અને સ્વસ્થ , સુરક્ષિત અને સમુધ્ધ બને તે માટે સમાજમાં એક ખુબ સારો મેસેજ પહોંડવામાં આવ્યો છે. આ ચિત્રોના પ્રદર્શનની મુલાકાત ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા દ્વારા તેમજ પુર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા લેવામાં આવી , સમગ્ર શિક્ષણની ટીમ વડોદરાને તેઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા. આવનારા દિવસોમાં આ ચિત્રોમાંથી બેસ્ટ ચિત્રો પસંદ કરીને ફોટો ફ્રેમ બનાવીને વડોદરા જિલ્લાની મુલાકાત આવનાર તમામ મહેમાનો ને આપવામાં આવે તે ઈચ્છનિય છે, તેમ શિક્ષણમંત્રી રીવાબા જાડેજા દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યો . વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ તેઓના હસ્તે સ્વિકારીને શિક્ષકો , વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠ્વ્યા.
‘વિકસિત ભારત @ 2047’ અને વિકસિત ગુજરાત @ 2047 ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ‘સેવા-સંકલ્પોત્સવ’ અંતર્ગત એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રસંગે વડોદરા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલાં 25,000થી વધુ ચિત્રોનું એક જ સ્થળે ભવ્ય પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ સર્જનાત્મક મહોત્સવમાં જિલ્લા કક્ષાના વિવિધ મહાનુભાવો, શિક્ષણવિદો અને પદાધિકારી જેવા કે જયપ્રકાશભાઈ સોની-વડોદરા શહેર, રસિકભાઈ પ્રજાપતિ પ્રમુખ જયોત્સનાબેન રબારી,જિલ્લા કારોબારી અધ્યક્ષ કૈરવીબા, સયાજીગંજ ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા,માંજલપુર ધારાસભ્ય સતીષભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ભૂમિકાબેન સોલંકી,જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ, બાલકૃષ્ણ શુકલ દંડક ગુજરાત વિધાનસભા ગાંધીનગર,હિમાચંલ પાલીવાલ-સંસ્કૃત બોર્ડના ચેરમેન જેવા ગરીમામય આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

આ પ્રસંગમાં ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે માં અંબાની આરાધના સાથે આરતી કરાવવામાં આવી વિકસિત ગુજરાત વિકસિત ભારત તરફના સંકલ્પને સાકાર કરવા માટે વડોદારા જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહેલા આવા પ્રયાસોઠી શિક્ષણની ગુણવત્તા વિદ્યાર્થીઓના સંર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને નવી ઉંચી ઉડાણ આપશે.આ કાર્યક્રમનું વિઝન અને પ્રેરણા અમારા સાંસદ સભ્ય ડૉ.હેમાંગ જોષી દ્વારા પ્રાપ્ત થયેલ છે. જેઓએ વડોદરાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાઓમાં દોરાયેલ ચિત્રો એક જ જગ્યાએ એકત્રીત કરી ચિત્રોનું પ્રદર્શન કરવા જણાવ્યું જેનાથી આ વિચાર વટવૃક્ષ બન્યો અને આ આજે પરીણામ સ્વરૂપે એકત્રીત થયા છે. જેની સૌ ધન્યતા અનુભવે છે.
આ કાર્યક્રમમાં સમગ્ર શિક્ષા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તમામ સ્ટાફ, IED સ્ટાફ સ્પેશિયલ એજ્યુકેટર, AEI,EI,સ્ટાફ ગણ દ્વારા સખત પરિશ્રમ કરવામાં આવ્યો. ૨૫૦૦૦ થી વધારે ચિત્રોનું પ્રર્દશન બે દિવસ ગોઠવેલુ રાખવામાં આવશે આ ચિત્રો વડોદરા શહેર/ગ્રામ્ય/અર્બન/ ની પ્રાથમિક,માધ્યમિક શાળાઓના બાળકો દ્વારા આ ચિત્રોનું^ પ્રદર્શન નિહાળવા માટે પ્રદર્શન ખુલ્લુ રાખવામાં આવશે.
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા માન. નરેન્દ્રમોદી ના ૨૫ વર્ષની સેવા અને સુશાસન ના ભાગ રૂપે ચિત્રો તૈયાર કરાયા છે. વિકસિત ભારત ૨૦૪૭ ના સંકલ્પ, સર્જનાત્મકતા એ શક્તિ અને વિકસિત ભારત એ આપણું લક્ષ્ય બનશે તથા સેવા સંકલ્પ અને સર્જનાત્મતા ના વિવિધ ત્રિવેણી સંગમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રતિભાને શ્રેષ્ઠ મંચ પૂરું પાડીને રાષ્ટ્રીય પ્રતિભા ખીલશે તેવો આ ચિત્ર પ્રદર્શનનો મુખ્ય હેતુ છે. વડોદરાની આગવી પહેલેથી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા વડોદરા જિલ્લાની શૈક્ષણિક શક્તિ, સામૂહિક સહભાગીતા અને નવતર વિચારસરણીનું પ્રતિબિંબ છે. જેનું સર્ટીફીકેટ માન્ય સાંસદ ડૉ.હેમાંગ જોશી, જિલ્લાવિકાસ વિકાસ અધિકારી આનંદ પાટીલ અને જિલ્લા શિક્ષણ અધિકારી મહેશભાઈ પાંડેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની ટીમથી આપવામાં આવેલ છે.
આ પ્રદર્શન માત્ર ચિત્રોનું પ્રદર્શન નથી, પરંતુ વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા, રાષ્ટ્રપ્રેમ, સામાજિક જાગૃતિ અને ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નોનું જીવંત પ્રતિબિંબ છે. વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા વિકસિત ભારતના નિર્માણ, નશામુક્ત સમાજ, સ્વચ્છતા, સેવા, સમર્પણ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ જેવા પ્રેરણાદાયી વિચારોને રંગો દ્વારા સાકાર કર્યા છે.
