અવધ એક્સપ્રેસ | બારડોલી,
થોડા દિવસ અગાઉ નર્મદા જિલ્લાના સાગબારા ખાતે આદિવાસી સંમેલનમાંપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના’મેલું ઉપાડવા’ અને અનામત અંગેના નિવેદન મામલે બારડોલીલોકસભાનાસાંસદ અને આદિવાસી નેતા પ્રભુ વસાવાએ ટીકા કરી હતી.
સાંસદ પ્રભુ વસાવાએ કહ્યું હતું કે,“ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ખૂબ જ સિનિયર મોસ્ટ વરિષ્ઠ રાજકીય આગેવાન એવા શંકરસિંહ બાપુએ જે આદિવાસી સમાજમાં વર્ગવિગ્રહ ઊભો થાય એવા પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું છે, તેની હું સખત શબ્દોમાં નિંદા કરું છું.” પ્રભુ વસાવાએ કટાક્ષ કરતા વધુમાં ઉમેર્યું હતું કે, શંકરસિંહ વાઘેલાનું રાજકીય જીવન હંમેશાં પક્ષ અદલા-બદલી કરવામાં જ રહ્યું છે, ત્યારે કોઈએ સફાઈના કામે આ કામ કર્યું હોય તો તેને આ રીતે અશોભનીય રીતે વર્ણવી ન શકાય.
આ પહેલા ગરુડેશ્વરનાવઘરાલી ગામે લોકપ્રશ્નોને લઈને યોજાયેલીબેઠકમાં મનસુખ વસાવાએ શંકરસિંહ વાઘેલાના મેલું ઉપાડવાના નિવેદનને લઈને આકરા પ્રહારો કર્યા હતા. સાંસદે કહ્યું કે, આજે ભૂગર્ભ ગટર યોજનાઓના કારણે મેલું ઉપાડવાની વાત જ આવતી નથી. બાપુ રાજકારણમાંથીફેંકાઈ ગયા હોવાથી આવા નિવેદનો કરી રહ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
