અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી અને આસપાસના વિસ્તારોના ધોરણ-10 પાસ તથા 18 વર્ષથી વધુ ઉંમરના યુવાનો માટે મફત રોજગારલક્ષી તાલીમ મેળવવાની તક ઉભી થઈ છે. જ્યાકા જનસહાયક ટ્રસ્ટ સંચાલિત KJIT (સાવલી) દ્વારા Axtel Industries Ltd., ભાર્કા/ભાડકાના સહયોગથી ઔદ્યોગિક ક્ષેત્રને લગતી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમમાં ખાસ કરીને ફિટર અને વેલ્ડર જેવા રોજગારલક્ષી ઔદ્યોગિક કોર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશરે 3થી 4 મહિનાના તાલીમ સમયગાળા દરમિયાન તાલીમાર્થીઓને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપયોગી ટેકનિકલ તેમજ વ્યવહારુ કૌશલ્યની તાલીમ આપવામાં આવશે.
આ સમગ્ર તાલીમ મફત રાખવામાં આવી છે. તાલીમ માટે પસંદગી પામેલા યુવાનોને તાલીમ સ્થળે આવવા-જવા માટે મફત બસની સુવિધા તેમજ મફત ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તાલીમ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC)નું પ્રમાણપત્ર આપવામાં આવનાર હોવાની માહિતી આપવામાં આવી છે.
રોજગારલક્ષી કૌશલ્ય પ્રાપ્ત કરવા ઇચ્છુક 18 વર્ષથી વધુ ઉંમરના અને ધોરણ-10 પાસ યુવાનો આ તાલીમનો લાભ લઈ શકે છે. વધુ માહિતી અને નોંધણી માટે ઇચ્છુક ઉમેદવારો KJIT, નવી કોર્ટ-ITI સામે, સાવલી, જિલ્લા વડોદરા ખાતે સંપર્ક કરી શકે છે.
સંપર્ક નંબર: 8980314190
વેબસાઇટ: www.kjit.org
* ફિટર અને વેલ્ડર સહિતના કોર્સમાં તાલીમ, આવવા-જવાની બસ અને ભોજનની સુવિધા પણ મફત

