અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર આવેલા આસોજ ગામ પાસે કપચી ભરી ને પસાર થતા ડમ્પર માં અચાનક આગ લાગતા ભારે બિહામણાં દ્રશ્યો સર્જાયા હતા ફાયર બ્રિગેડ ટીમે જ આગને કાબુમાં લીધી હતી
મળતી માહિતી મુજબ આજરોજ વહેલી સવારે ડેસર થી કપચી ભરીને ડમ્પર વડોદરા તરફ જઈ રહ્યું હતું તેવામાં આસોજ રેલવે ના પુલ પાસે અચાનક ડમ્પર માં આગ લાગી હતી અને જોતજોતામાં આગ ડમ્પરમાં એન્જિન ના અને કેબિન ના ભાગ માં ફેલાઈ ગઈ હતી બનાવના પગલે રાહદારી ઓ ના ટોળા એકઠા થઈ ગયા હતા જ્યારે ડમ્પર નો આગળનો ભાગ આગને હવાલે થઈ જતા ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા અને કેબિન નો ભાગ બળીને સંપૂર્ણ ખાક થઈ ગયો હતો બનાવના પગલે ફાયર બ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ને કાબુમા લીધી હતી

ભળભળ બળતા ડમ્પરે ના પગલે મંજુસર પોલીસ જમાદાર વિક્રમસિંહ બનાવના સ્થળે પહોંચી ગયા હતા અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી ને અન્ય વાહન આગની ઝપેટમાં ન આવે તે રીતે ટ્રાફિક કંટ્રોલ કર્યો હતો આગનું કારણ પ્રાથમિક દ્રષ્ટિ એ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું બનાવના પગલે કોઈ જાનહાની થવા પામી ન હતી ડ્રાઇવર નો આબાદ બચાવ થયો હતો ડંપરમાં આગના પગલે પોલીસે ટ્રાફિક્ વન વે કરીને આગ ઓલવવાની કામગીરી ચાલુ રખાવી હતી અને ટ્રાફિક પણ પૂર્વતત કર્યો હતો
