અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર ના માર્ગદર્શન માં દાહોદ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી પરિવારના સંરક્ષિકા પરમ વંદનીયા માતાજીના જન્મ શતાબ્દી વર્ષમાં નારી જાગરણ હેતુ માતૃશક્તિ સંમેલન નું આયોજન ગાયત્રી શક્તિપીઠ રાબડાળ દાહોદ ખાતે કરવામાં આવ્યું.
“જેમાં એકવીસમી સદી નારી સદીના” પરમ પૂજ્ય ગુરુદેવના સૂત્ર અને સંકલ્પ સાથે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, અને સમાજ નિર્માણમાં, વ્યસન મુક્તિ અભિયાનમાં નારીની ભૂમિકા વિષય પર ઉપસ્થિત બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું. ગર્ભસ્થ શિશુના શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સર્વાંગીણ વિકાસ માટે “આવો ઘડે સંસ્કારવાન પેઢી” ગર્ભોત્સવ સંસ્કારની સંકલ્પના સમજાવવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોએ પોતાના મહોલ્લા, ગામમાં મહિલા મંડળ,સ્વાધ્યાય મંડળની રચના માટેના સંકલ્પ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં પ્રસિદ્ધ પ્રજ્ઞા પુરાણ કથાકાર શ્રીમતી મીનાક્ષીબેન કાબરીયા અને તેઓની સંગીત ટીમ વડોદરા થી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દાહોદના પ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી નલિન પંડિત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી બહેનોને માર્ગદર્શન આપ્યું.
કાર્યક્રમમાં દાહોદ શહેર અને તાલુકા માંથી મોટી સંખ્યામાં બહેનો તથા સમગ્ર જિલ્લામાંથી પ્રતિનિધિ સ્વરૂપ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

