અવધ એક્સપ્રેસ | અંબાજી
દેશ અને દુનિયામાં અતિ વિશેષ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવીપૂનમનામેળાના અંતિમ ચરણમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યો હતા. પવિત્ર ભાદરવીપૂનમના દિવસે અંબાજીમાંમાઈભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ પરિવારની ધજા લઈને મંદિરે પહોંચ્યા હતા અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મંદિરથી લઈને સમગ્ર અંબાજી શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કોઈ ભક્ત માનતા પૂર્ણ થતાં મા અંબાના દર્શને પહોંચ્યો હતો, તો કોઈ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભાદરવીપૂનમેમાતાજીના દર્શન કરવા અંબાજી આવ્યો હતો.
ભાદરવીપૂનમના દિવસે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ પરિવારની ધજા લઈને અંબાજી મંદિર પહોંચ્યા હતા. તેમણે મા અંબાના ચરણે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. સંઘવીએમેળા દરમિયાન પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ સુરક્ષા અને વહીવટી તંત્રની વ્યવસ્થાને કારણે માઈભક્તોને કોઈ મુશ્કેલી પડી નથી.

આ સાથે સંઘવીએ પોલીસ વિભાગના અધિકારીઓને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે પોલીસનો ગુનેગારોમાં હાઉ ઊભો થાય તે રીતે કામગીરી કરવા તેમજ સમાજ માટે મિત્ર અને માર્ગદર્શક બનીને સેવા આપવા આહવાન કર્યું હતું.
મહામેળાના છઠ્ઠા દિવસે ભંડાર કાઉન્ટર પરથી ₹29,63,582ની આવક નોંધાઈ હતી. જ્યારે છ દિવસની કુલ આવક ₹1,83,10,515 થઈ છે. આ આંકડાઓ મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની હાજરી અને પ્રસાદ વ્યવસ્થાનો વ્યાપ દર્શાવે છે.
મહામેળાના છઠ્ઠા દિવસે ભક્તોને મોહનથાળ પ્રસાદના કુલ 2,63,657 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે છ દિવસ દરમિયાન કુલ 28.90 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ થયું છે. આ ઉપરાંત અત્યાર સુધી 3,927 ભક્તો અને સંઘોએ ધજા ચડાવી મા અંબાની ભક્તિ કરી છે. ભાદરવીપૂનમના અંતિમ દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તોઉમટ્યા હતા. જય અંબેનાજયઘોષથી સમગ્ર અંબાજી ધામ ગુંજી ઉઠ્યું હતું અને એક અનોખું ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું.

