દેશભરમાં વીમિતકર્મચારીઓના સંતાનો માટે કુલ ૮૮૭ થી પણ વધુ બેઠકો પૈકી અમદાવાદ સ્થિત ESIC મેડિકલ કોલેજ ખાતે ૨૫ MBBS બેઠકો અનામત
આર્થિક સ્થિતિ ક્યારેય તેજસ્વીતા કે સપનાઓની આડે આવવી ન જોઈએ. દેશના શ્રમિકો અને કર્મચારીઓ દિવસ-રાત મહેનત કરીને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપે છે, ત્યારે તેમના બાળકો માટે પણ ઉચ્ચ તબીબી શિક્ષણ મેળવીને ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કરવાનો માર્ગ હવે એકદમ સરળ અને સુલભ બન્યો છે.
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા દેશભરની ૧૭ મેડિકલ, ૨ ડેન્ટલ, ૨ નર્સિંગ અને ૩ સરકારી કોલેજો મળીને કુલ ૨૪ શૈક્ષણિક સંસ્થાઓમાંવીમિત શ્રમિક અને કર્મચારીના બાળકો માટે વિશેષ અનામત બેઠકોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વર્ષ ૨૦૧૨થી અમલી આ કલ્યાણકારી યોજના હેઠળ સમગ્ર દેશમાં ૬૯૫ MBBS, ૨૮ BDS, ૬૦ B.Sc. નર્સિંગ અને ૧૦૪ પેરામેડિકલ મળી કુલ ૮૮૭ થી પણ વધુ બેઠકો વીમિતકર્મચારીઓના સંતાનો માટે અનામત છે. જે પૈકી ગુજરાતમાં અમદાવાદ સ્થિત ESIC મેડિકલ કોલેજ, નરોડા-બાપુનગર ખાતે પણ કુલ ૫૦ MBBS બેઠકોમાંથી ૨૫ બેઠકો સીધી રીતે વીમિતકર્મચારીઓના બાળકો માટે ફાળવવામાં આવી છે. ગત વર્ષે આ તમામ બેઠકો ભરાઈ ગઈ હતી, જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૨૮ જેટલી બેઠકો પર પ્રવેશ અપાઈચૂક્યો છે.
આ કલ્યાણકારી યોજના હેઠળ પસંદગી પામેલા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વાર્ષિક MBBS અને BDS કોર્સનીટ્યુશન ફી માત્ર રૂ. ૨૪,૦૦૦ તથા B.Sc. નર્સિંગ કોર્સ માટે વાર્ષિક ફી માત્ર રૂ. ૧૦,૦૦૦ નિયત કરવામાં આવી છે. તબીબી શિક્ષણને તદ્દન પારદર્શી અને આર્થિક રીતે પહોંચક્ષમ બનાવવા માટે આ પ્રવેશ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની કેપિટેશન ફી કે ડોનેશન લેવામાં આવતું નથી.
NEET ની પરીક્ષા સફળતાપૂર્વક ઉત્તીર્ણ કર્યા બાદ પણ ખાનગી મેડિકલ કોલેજોની લાખો રૂપિયાની ફી અને ડોનેશન ચૂકવવું સામાન્ય શ્રમિક-કામદાર પરિવાર માટે અશક્ય હોય છે. આવી પરિસ્થિતિમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળનું કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) કામદાર પરિવારો માટે આશાનું નવું કિરણ બન્યું છે. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈબાવળીયાના સમર્થ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં શ્રમિક કલ્યાણકારી નીતિઓને સતત વેગ આપવામાં આવી રહ્યો છે, જેથી આવી આર્થિક મર્યાદાઓ વચ્ચે પણ તેજસ્વી સંતાનોને તબીબી ક્ષેત્રે આગળ વધવા માટે પૂરતું પ્રોત્સાહન અને યોગ્ય તકો મળી રહે.
પ્રવેશ મેળવવાની સરળ પ્રક્રિયા:-
– ઉમેદવારના વાલી ESI યોજના હેઠળ નોંધાયેલા સક્રિય વીમિત કર્મચારી હોવા આવશ્યક છે તેમજ વિદ્યાર્થીએ NEET-UG પરીક્ષા સફળતાપૂર્વક ઉત્તીર્ણ કરેલી હોવી જોઈએ.
– સૌપ્રથમ ઉમેદવારે ESICની અધિકૃત વેબસાઈટwww.esic.gov.in પરથી ઓનલાઈન અરજી કરી ‘Ward of IP Certificate’ મેળવવાનું રહે છે.
– ‘Ward of IP Certificate’ પ્રાપ્ત થયા બાદ, મેડિકલ કાઉન્સિલિંગકમિટીનાપોર્ટલ પર ઓનલાઈનકાઉન્સેલિંગમાંરજીસ્ટ્રેશનકરાવીને અનામત બેઠકો પર સીધો પ્રવેશ મેળવી શકાય છે.
કોઈપણ પ્રકારની આર્થિક તંગી શ્રમિક-કામદાર પરિવારના તેજસ્વી સંતાનોની પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્યમાં બાધક ન બને તે જ આ કલ્યાણકારી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વાલીઓ અને ઉમેદવારો યોગ્ય સમયે આ વિશેષ કોટાની વિગતો મેળવીને સમયસર ઓનલાઈન અરજી કરે, તો કામદાર પરિવારનું બાળક દેશનું ભાવી ડૉક્ટર બનીને રાષ્ટ્ર નિર્માણ અને માનવસેવાનું સ્વપ્ન સાકાર કરી શકે છે. આથી, તમામ પાત્રતા ધરાવતા વીમિતકર્મચારીઓના તેજસ્વી વિદ્યાર્થીઓને આ યોજનાનો મહત્તમ લાભ લેવા ESIC દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
