અવધ એક્સપ્રેસ | જૂનાગઢ,
નશાના કાળા કારોબાર ને સંપૂર્ણપણે નાબુદ કરવા ગુજરાત પોલીસ કેટલી સક્રિય છે તેના વધુ બે પુરાવા સમાન કિસ્સાજૂનાગઢમાંથી મળી આવ્યા છે જેમાં,પોલીસની ટીમે રેલવે સ્ટેશન નજીકથી ધોરાજીના બે ઇસમોનેએમડીડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતાં.
બીજી કિસ્સામાં કોર્ટની મંજૂરી બાદ માંગરોળ અને શીલ પોલીસ દ્વારા પકડેલો96 લાખ રૂપિયાથી વધુનો દારુ નાશ કરવામાં આવ્યો. એમડીડ્રગ્સ મામલે જુનાગઢના બે ઇસમો પોલીસ ચોપડે ફરાર દર્શાવવામાં આવ્યા છે જેને પણ પકડી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
જુનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને શુક્રવારે મોટી સફળતા મળી, પૂર્વ બાતમીને આધારે જૂનાગઢનારેલ્વે સ્ટેશન નજીકથી ધોરાજીના બે ઇસમોરઈશગરાણા અને શાબીરફકીરને04 ગ્રામ એમ.ડીડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવ્યા છે. ડ્રગ્સની કુલ કિંમત 12,000 જેટલી થવા જાય છે. આ સિવાય બુટલેગરો પાસેથી સ્કૂટર મોબાઈલ મળીને કુલ 82,200 નો મુદ્દામાલ પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કબજે કરીને સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં કેસ દાખલ કરાવ્યો છે.
ડ્રગ્સનામામલામાંજુનાગઢના બે બુટલેગરો દાનિશ બાદશાહ અને શકલીન નાયક પણ ફરાર હોવાનું પોલીસ ચોપડે જણાય આવ્યું છે. આ બંને ઇસમોને પણ પકડી પાડવા માટે પોલીસે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

માંગરોળ અને શીલ પોલીસ મથકમાં પાછલા સમય દરમિયાન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા પર પ્રાંતીય દારૂની 30,080 જેટલી બોટલોનો શુક્રવારે નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલદારૂનાજથ્થાની કિંમત 96,14,938 રૂપિયા જેટલી થવા જાય છે. જેમાં માંગરોળમરીન અને શીલ પોલીસ મથક દ્વારા દારૂનાજથ્થાનો નાશ કરવા માટે માંગરોળ કોર્ટ માંથી પૂર્વ મંજૂરી મેળવવામા આવી હતી, ત્યાર બાદ માંગરોળનાશાપુર રોડ પર આવેલા ખુટીયાહાઉસનીડમ્પીંગ સાઈડ નજીક તમામ દારૂનાજથ્થાનો નાશ કરાયો હતો.
દારૂનાનાશની આ કાર્યવાહી સમયે SDM આર.આર.ઠુંમર, નશાબંધી અને આબકારીનાPSI ટી.વી. ગોહિલ અને માંગરોળ અને સીલ પોલીસ મથકના PI એન.જી.વાઘેલાની સાથે પોલીસ વિભાગના કર્મચારીની હાજરીમાં દારૂનાજથ્થાનો નાશ કરાયો હતો.
