અવધ એક્સપ્રેસ | નવી દિલ્હી,
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મહાદેવ ઓનલાઇનબેટિંગએપકૌભાંડના મુખ્ય સૂત્રધારોમાંના એક અને વોન્ટેડ આરોપી અભિષેક કુમારની ધરપકડ કરી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલએરપોર્ટ પર દુબઈથી આવ્યા બાદ તુરંત જ તેની ધરપકડ કરવામાં આવી હતી.
અત્યાર સુધી હાથ ધરાયેલીતપાસમાં મહાદેવ બુક હેઠળ ઓનલાઇનબેટિંગ અને જુગાર સંચાલન ચલાવવામાં, પેનલ્સનું સંકલન કરવામાં, ફંડ એકત્ર કરવામાં અને બેટિંગ તથા જુગારની ગેરકાયદેસર કમાણીમાંથીદુબઈમાં સ્થાવર સંપત્તિ મેળવવામાં અભિષેક કુમારની સક્રિય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.
તેની ધરપકડ બાદ તુરંત જ લેવાયેલીતલાશી દરમિયાન તેના કબ્જામાંથી વાંધાજનક સામગ્રી મળી આવી હતી અને જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સામગ્રી પ્રથમ દ્રષ્ટિએ મહાદેવ બેટિંગએપનાસંચાલનમાં તેની સક્રિય ભૂમિકા દર્શાવે છે અને તેણે અન્ય મુખ્ય આરોપીઓ જેવા કે સૌરભ ચંદ્રકાર અને શુભમ સોની સાથે મળીને નજીકથી કામ કર્યું હતું.
ધરપકડના તુરંત બાદ, આરોપીનેહૈદરાબાદની સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્રણ દિવસનાટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ, તેને રાયપુર કોર્ટમાં લઈ જઈને રજૂ કરવામાં આવ્યો હતો અને 02 દિવસની પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ સરકારે મહાદેવ બેટિંગએપ સંબંધિત છત્તીસગઢના વિવિધ પોલીસ સ્ટેશનોમાંનોંધાયેલી 13 એફઆઈઆર (FIR) સીબીઆઈને સોંપી હતી, જે સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં, સીબીઆઈએ આ મામલે મહાદેવ બેટિંગએપના મુખ્ય પ્રમોટરો, પેનલઓપરેટરો, હવાલાઓપરેટરો અને છત્તીસગઢ સરકારના જાહેર સેવકો સહિત 100 આરોપીઓ વિરુદ્ધ 08 ચાર્જશીટ દાખલ કરી છે. અન્ય ફરાર આરોપીઓનેટ્રેસ કરવા માટે આગળની તપાસ ચાલુ છે.
મહાદેવ બેટિંગએપના મુખ્ય પ્રમોટરોને કેસનો સામનો કરવા માટે ભારત પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં, 07 રેડ કોર્નર નોટિસ અને 02 પ્રત્યાર્પણ પ્રસ્તાવ મોકલવામાં આવ્યા છે અને 02 આરોપીઓ સામે પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે.
સીબીઆઈ આ ગેરકાયદેસર બેટિંગકામગીરીમાં સામેલ તમામ લોકોને ન્યાયનાકઠેડામાં લાવવા અને તેમના દ્વારા ઊભી કરાયેલી ગુનાનીકમાણીની ઓળખ કરવા તથા તેને ટ્રેસ કરવા માટે પ્રતિબદ્ધ છે.
