બાંગ્લાદેશ સરકારે ૧૦૩ માછલી આયાતકારોને આપવામાં આવેલા ‘નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (અનાપત્તિ પ્રમાણપત્ર) રદ કરીને ભારત અને મ્યાનમારસહિતનાદેશોમાંથીહિલ્સા માછલીની આયાત અટકાવી દીધી છે. આ પગલાને કારણે ભારતીય વેપારીઓમાં એવી ચિંતા ઊભી થઈ છે કે ઢાકા કદાચ દુર્ગા પૂજા પહેલાં ભારતને આ માછલીની નિકાસ કરવાની મંજૂરી પણ અટકાવી શકે છે.
પશ્ચિમ બંગાળના’ફિશઈમ્પોર્ટર્સએસોસિએશન’ના સચિવ એસ.એ. મકસૂદે જણાવ્યું હતું કે, “એક અચાનક લેવાયેલા નિર્ણયમાં બાંગ્લાદેશ સરકારે હિલ્સાની આયાત અટકાવી દીધી છે. આ અંગે મંગળવારેબાંગ્લાદેશના મત્સ્ય વિભાગ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો હતો. અમને ખાતરી નથી કે શા માટે આ મંજૂરી પાછી ખેંચી લેવામાં આવી છે. તેમણે મ્યાનમારથી પણ હિલ્સાની આયાત અટકાવી દીધી છે. છેલ્લા બે મહિનામાં ભારતમાંથી ૫૮૦ મેટ્રિક ટનથી વધુ હિલ્સાની આયાત કરવામાં આવી હતી.”
એક નોંધપાત્ર બાબત એ છે કે, છેલ્લા બે મહિનામાં ભારતે ગુજરાતથીબાંગ્લાદેશમાંઈંડાંવાળી (રો-ફિલ્ડ) હિલ્સાની નિકાસ કરી છે. દરમિયાન, બાંગ્લાદેશે આ વર્ષે પશ્ચિમ બંગાળમાં લગભગ ૧,૨૦૦ મેટ્રિક ટન હિલ્સાની નિકાસ કરવાની મંજૂરી આપી હતી.
શેખ હસીનાની સરકારે ૨૦૧૨માં હિલ્સાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, ૨૦૧૯થી બાંગ્લાદેશ સરકાર તહેવારોની મોસમ પહેલાં દર વર્ષે ભારતને થોડા હજાર ટન હિલ્સાની નિકાસ કરવાની મંજૂરી આપી રહી છે.
હિલ્સા તેના સ્વાદને કારણે ઘણીવાર “માછલીઓની રાણી” તરીકે ઓળખાય છે. પદ્મા નદીમાં મળતી બાંગ્લાદેશીહિલ્સાને પશ્ચિમ બંગાળનીહુગલી નદીમાં મળતી ભારતીય હિલ્સા કરતાં વધુ સ્વાદિષ્ટ માનવામાં આવે છે.
મકસૂદે કહ્યું, “નિકાસ પાછળનું મુખ્ય કારણ ગુજરાતમાં હિલ્સાનું વિપુલ ઉત્પાદન હતું. માત્ર ઈંડાંવાળીમાછલીઓની જ નિકાસ કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાંમાછલીનાઈંડાં પર અલગથી પ્રક્રિયા કરીને અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે, જ્યારે માછલીને કોક્સ બજાર, ચિત્તાગોંગ, સિલ્હેટ અને અન્ય વિસ્તારોમાં ભવિષ્યના વપરાશ માટે સૂકવીને રાખવામાં આવશે.”
પશ્ચિમ બંગાળનામાછલીનાવેપારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં માછલીનો વપરાશ ખૂબ ઓછો હોવાથી, પકડાયેલીમોટાભાગની માછલી પશ્ચિમ બંગાળ મોકલવામાં આવતી હતી. આ માછલીનો જથ્થો હાવડા અને કોલકાતાપહોંચતો હતો, જ્યાંથી તેને ઉત્તર બંગાળ સહિત રાજ્યના અન્ય ભાગોમાં મોકલવામાં આવતો હતો. બાંગ્લાદેશ સરકારના આદેશમાં જણાવાયું છે કે મત્સ્ય વિભાગે દેશના ૧૦૩ માછલી આયાતકારોને આપવામાં આવેલા ‘નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (અનાપત્તિ પ્રમાણપત્રો) રદ કરી દીધા છે. હિલસા માછલી મુખ્યત્વે ભારત અને મ્યાનમારથી આયાત કરવામાં આવતી હતી, જેમાં આશરે ૧,૭૩૯ મેટ્રિક ટનનો જથ્થો સામેલ હતો.
દરમિયાન, તહેવારોની મોસમ નજીક છે અને ઓક્ટોબરના મધ્યમાં દુર્ગા પૂજા યોજાવાની છે, ત્યારે એવી પ્રબળ આશા છે કે ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલા પેટ્રાપોલલેન્ડપોર્ટ (જમીન માર્ગે પ્રવેશદ્વાર) દ્વારા ટૂંક સમયમાં પદ્માહિલસાનો જથ્થો આવી પહોંચશે.
જોકે, કોલકાતાનાઆયાતકારોને આ વર્ષે એવી આશંકા છે કે બાંગ્લાદેશ સરકારને કરેલી અપીલ છતાં, આ તહેવારોનીમોસમમાંબાંગ્લાદેશથીહિલસા માછલી કદાચ નહીં આવે.
મકસૂદેઉમેર્યું, “દર વર્ષની જેમ, અમે દુર્ગા પૂજા પહેલાં ભારત (પશ્ચિમ બંગાળ)માં હિલસાનીનિકાસની મંજૂરી મેળવવા માટે બાંગ્લાદેશ સરકારનો સંપર્ક કર્યો છે. સામાન્ય રીતે, સપ્ટેમ્બરમાં મંજૂરી મળી જતી હોય છે. હવે સમય ઓછો બચ્યો છે. ૧૦ ઓક્ટોબરેમહાલયાથી દુર્ગા પૂજા શરૂ થાય છે. ત્યારબાદ બાંગ્લાદેશમાંહિલસા માછલી પકડવા પર પ્રતિબંધનો સમયગાળો શરૂ થશે. જો તેઓ અત્યારે મંજૂરી આપે તો પણ, સરહદ પારથી આ ચાંદી જેવી ચમકતી સ્વાદિષ્ટ માછલીનો નોંધપાત્ર જથ્થો આયાત કરવા માટેનો સમયગાળો ખૂબ જ ટૂંકો રહેશે.”
સપ્ટેમ્બર ૨૦૨૫માં, બાંગ્લાદેશ સરકારે ભારતને ૧,૨૦૦ મેટ્રિક ટન હિલસાની નિકાસ કરવાની મંજૂરી આપી હતી. સમયગાળો ટૂંકો હોવાને કારણે માત્ર ૧૫૦ મેટ્રિક ટન જ આયાત થઈ શકી હતી. ઉપરાંત, ૨૦૨૪ અને ૨૦૨૩માં સત્તાવાળાઓએ ભારતને અનુક્રમે ૨,૪૨૦ મેટ્રિક ટન અને ૩,૯૫૦ મેટ્રિક ટન નિકાસ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ તે બે વર્ષમાં ભારત સુધી માત્ર ૫૭૭ મેટ્રિક ટન અને ૫૮૭ મેટ્રિક ટન જથ્થો જ પહોંચી શક્યો હતો.
