ભારતની યુવા પેઢી માટે ગૌરવ અને પ્રેરણાનો ક્ષણ સર્જતાં સાયગ્નસ વર્લ્ડ સ્કૂલ વડોદરાની ધોરણ-૧૧ની વિદ્યાર્થીની કુમારી અનાયા શાહે વિશ્વવિખ્યાત માઉન્ટ કિલિમંજારો સફળતાપૂર્વક સર કરીને ભારતનો તિરંગો વિશ્વના સર્વોચ્ચ મુક્ત ઊભેલા પર્વતના શિખર પર લહેરાવ્યો છે.
માઉન્ટ કિલિમંજારો આફ્રિકા ખંડનું સર્વોચ્ચ શિખર છે. તે તાંઝાનિયા દેશમાં આવેલું છે અને તેની ઊંચાઈ 5,895 મીટર (19,341 ફૂટ) છે. આ પર્વત વિશ્વનો સૌથી ઊંચો Free-standing Mountain (એકલો ઊભેલો પર્વત) ગણાય છે અને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે પણ પ્રસિદ્ધ છે. વરસાદી જંગલોથી લઈને જ્વાળામુખી પ્રદેશ, પથ્થરાળ માર્ગો, હિમાચ્છાદિત વિસ્તારો અને અત્યંત ઓછી ઓક્સિજન જેવી કઠિન પરિસ્થિતિઓ વચ્ચે આ શિખર સુધી પહોંચવું વિશ્વના સૌથી પડકારજનક ટ્રેકિંગ અભિયાનોમાંનું એક માનવામાં આવે છે.

અનાયા શાહે મચામે રૂટ (Machame Route) દ્વારા લગભગ 64 કિલોમીટરનું અંતર સાત દિવસમાં પૂર્ણ કર્યું. માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ જેટલી કડકડતી ઠંડી અને અત્યંત કપરા સંજોગોમાં તેમણે 3 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 7:50 વાગ્યે શિખર સર કર્યું અને પોતાના ગ્રૂપમાં સૌથી પહેલા શિખર સુધી પહોંચનારામાં સ્થાન મેળવ્યું.
આ સફળતા પાછળ એક વર્ષ સુધીની સતત તૈયારી, દર અઠવાડિયે છ દિવસ જીમ અને એથ્લેટિક્સ તાલીમ, અવિરત મહેનત, આત્મવિશ્વાસ અને અડગ મનોબળ રહેલું છે. અનાયાએ સાબિત કર્યું છે કે દૃઢ સંકલ્પ, શિસ્ત અને પરિશ્રમથી કોઈપણ ઊંચાઈ અશક્ય નથી.

“વોકમેન ઓફ ઇન્ડિયા” ડૉ. રાજુ એમ. ઠક્કરે અનાયા શાહને હાર્દિક અભિનંદન પાઠવતાં જણાવ્યું કે
“યુવા દેવો ભવઃ” – આપણા યુવાનો જ ભારતનું ભવિષ્ય છે. અનાયા જેવી દીકરીઓ સાબિત કરે છે કે હિંમત, સંકલ્પ અને દેશપ્રેમ સાથે વિશ્વનું કોઈપણ શિખર સર કરી શકાય છે. આજનો યુવાન માત્ર નોકરી શોધનાર નહીં, પરંતુ ઇતિહાસ રચનાર બનવો જોઈએ. શરીરને તંદુરસ્ત, મનને મજબૂત, ચરિત્રને ઉજ્જવળ અને રાષ્ટ્રભાવનાને સર્વોચ્ચ રાખી આગળ વધો. ભારતના દરેક યુવાને જીવનમાં ઓછામાં ઓછું એક સાહસિક કાર્ય કરીને પોતાના વ્યક્તિત્વને નવી ઊંચાઈ આપવી જોઈએ.

અનાયા શાહ સમગ્ર ગુજરાત અને ભારતના યુવાનો માટે જીવંત પ્રેરણા છે.
અનાયા શાહની આ અવિસ્મરણીય સિદ્ધિ બદલ તેમના માતા-પિતા, શિક્ષકો, સાયગ્નસ વર્લ્ડ સ્કૂલને હાર્દિક અભિનંદન. તેમની આ સિદ્ધિ અસંખ્ય યુવાઓને જીવનમાં મોટા સપનાઓ જોવાની અને તેને સાકાર કરવા માટે અવિરત પ્રયત્ન કરવાની પ્રેરણા
