અવધ એક્સપ્રેસ | જુનાગઢ/રાજકોટ,
ગાંધી જયંતીના દિવસે રાજકોટ અને જૂનાગઢનાખુબ મોટા પ્રમાણમાં વેપારીઓ દ્વારાUPI પેમેન્ટ પર લાગનારા નવા ચાર્જનાવિરોધમાંપ્રતીકાત્મક અસહકાર આંદોલન કર્યું. રાજકોટમાંહોલસેલમાર્કેટનાવેપારીઓએ ‘નો UPI ડે’ મનાવ્યો, જ્યારે જૂનાગઢનાવેપારીઓએUPI સ્કેનર પર કાળું કપડું ઢાંકી વિરોધ નોંધાવ્યો. વેપારીઓના જણાવ્યા મુજબ, 15 ઑક્ટોબરથી અમલી થનારા નિયમ હેઠળ નક્કી કરેલી મર્યાદાથી વધુનાUPI વ્યવહારો પર 0.4 ટકા ચાર્જ લાગશે.
નવા નિયમ મુજબ, દરરોજના ₹2,000થી વધુ અને મહિને ₹1,00,000થી વધુનાUPI પેમેન્ટ પર 0.4 ટકા ચાર્જ વસૂલવામાં આવશે. વેપારીઓ આ નિયમનો વિરોધ કરી રહ્યા છે. ગાંધી જયંતીના દિવસે રાજકોટના હોલસેલમાર્કેટનાવેપારીઓએ પોતાની દુકાનોનાQR કોડ પર કાળું કપડું ઢાંકીને વિરોધ વ્યક્ત કર્યો હતો. એક દિવસ માટે ઓનલાઇનપેમેન્ટ સ્વીકારવાનું પણ બંધ રાખ્યું હતું.
જૂનાગઢનાવેપારીઓએ પણ ગાંધી જયંતીના દિવસે UPI વ્યવહારો પર લાગનારા ચાર્જ સામે ગાંધી ચિંધ્યા માર્ગે અસહકાર આંદોલન શરૂ કર્યું. વેપારીઓએUPI સ્કેનર પર કાળું કપડું ઢાંકીને સંભવિત વધારાના ચાર્જનો વિરોધ કર્યો. તેમણે આ ચાર્જનું ઉઠમણું અને બેસણું રાખીને સરકાર સામે પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.
જૂનાગઢનાવેપારીઓનું કહેવું છે કે, સરકારને GST દ્વારા મોટી આવક થતી હોવા છતાં UPI વ્યવહારો પર ચાર્જ લગાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. તેઓ આ પગલાને અન્યાય, અનીતિ અને અધર્મ સમાન ગણાવે છે.
જૂનાગઢના નાના વેપારીઓ વિજય ટેવાણી, રંજનબેનમહિડા અને હિતેશસંઘવીએUPI ચુકવણી પર ચાર્જ લેવાની વિચારણાને અયોગ્ય ગણાવી અને તેને પાછી ખેંચવાની માગ કરી. તેમના મતે, કોઈપણ કરનું ભારણ સીધું નહીં તો આડકતરી રીતે ગ્રાહકો પર આવે છે.
સાથેજવેપારીઓએ જણાવ્યું કે, GST લાગુ થયો ત્યારે પણ તેનો ભાર વેપારીઓ પર હોવાનું કહેવાયું હતું, પરંતુ ખરીદી બાદ ગ્રાહકો પોતાના ખિસ્સામાંથી રાજ્ય અને રાષ્ટ્રીય GST ચૂકવે છે. તેમનું કહેવું છે કે, UPI પર લાગનારા ચાર્જની રકમ પણ આખરે સીધી કે આડકતરી રીતે ગ્રાહકો પાસેથી વસૂલાઈ શકે છે. તેનાથી વેપારી અને ગ્રાહક બંનેને આર્થિક નુકસાન થઈ શકે છે.
જૂનાગઢનાવેપારીઓ સરકારને 15 ઑક્ટોબરથીUPI વ્યવહારો પર ચાર્જ વસૂલવાનો નિર્ણય અમલમાં ન મૂકવા અથવા તેને બંધ રાખવા અપીલ કરી રહ્યા છે.
સરકારના નવા નિયમ મુજબ, દરરોજના ₹2,000થી વધુ અને મહિને ₹1,00,000થી વધુનાUPI પેમેન્ટ પર 0.4 ટકા ચાર્જ વસૂલવામાં આવશે. વેપારીઓ આ નિયમનો વિરોધ કરી રહ્યા છે. ગાંધી જયંતીનાદિવસે રાજકોટના હોલસેલમાર્કેટનાવેપારીઓએ પોતાની દુકાનોનાQR કોડ પર કાળું કપડું ઢાંકીને વિરોધ વ્યક્ત કર્યો હતો. એક દિવસ માટે ઓનલાઇનપેમેન્ટ સ્વીકારવાનું પણ બંધ રાખ્યું હતું.
વધુમાં રાજકોટના એક વેપારીએ જણાવ્યું હતુંકે, “15 ઑક્ટોબરથીરોજના₹2,000થી વધુ અને મહિનાના ₹1 લાખથીવધુનાUPI વ્યવહારો પર 0.4 ટકા ચાર્જ લાગશે. અમે તેનો સખત વિરોધ કરીએ છીએ અને આજે ‘નો UPI ડે’ તરીકે વિરોધ નોંધાવ્યો છે. સરકાર ડિજિટલપેમેન્ટને પ્રોત્સાહન આપે છે, પરંતુ બીજી તરફ ચાર્જ લગાવે છે. તેનાથી વેપારીઓને નુકસાન થશે. સરકારે આ મર્યાદા વધારવી જોઈએ.”
આ વિરોધમાંચેમ્બરઑફકોમર્સ (RCCI), હોલસેલમર્ચન્ટએસોસિએશન સહિત શહેરનાં વેપારી સંગઠનો જોડાયાં હતાં. વેપારીઓનું કહેવું છે કે તેઓ GST અને આવકવેરાસહિતના કર પહેલેથી જ ભરે છે. તેમના મતે, UPI જેવા ડિજિટલપેમેન્ટ પર વધારાનો ચાર્જ યોગ્ય નથી અને તેનાથી નાના તથા મધ્યમ વેપારીઓને સીધી અસર થશે.
વેપારીઓની માગ છે કે સરકાર આ મર્યાદા વધારે અથવા ચાર્જ પાછો ખેંચે. ડિજિટલઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની વાત સાથે ડિજિટલપેમેન્ટ પર ચાર્જ લગાવવો વિરોધાભાસી હોવાનું તેમનું કહેવું છે. નિર્ણય પાછો નહીં ખેંચાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ વેપારીઓએ આપી છે. એક દિવસનાપ્રતીકાત્મક વિરોધ બાદ તેમણે સરકાર સમક્ષ પોતાની રજૂઆત પહોંચાડી છે.
