પ્રતિનિધિ, કાજર બારીયા
બોડેલી ખાતે આવેલી જાણીતી પ્રમુખ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ માં ઓર્થોપેડીક અને જનરલ સર્જરી વિભાગનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ગત શનિવારે પૂજ્ય સ્વામિનારાયણ સંતોના પાવન સાનિધ્ય અને આશીર્વાદ સાથે આ બંને નવા વિભાગો દર્દીઓની સેવા માટે ખુલ્લા મૂકાયા હતા. આ પ્રસંગે હોસ્પિટલના મુખ્ય તબીબ ડો. ઉમેશ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.
આ નવા વિભાગો શરૂ થવાથી હવે બોડેલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને અકસ્માત (એક્સિડન્ટ) ના કટોકટીના સમયે કે અન્ય જટિલ ઓપરેશનો માટે વડોદરા જેવા મોટા શહેરો તરફ દોડવું નહીં પડે. હોસ્પિટલ ખાતે હવે હાડકાના તમામ પ્રકારના ફેક્ચર, સાંધાના ઓપરેશન તેમજ જનરલ સર્જરી વિભાગના તમામ નાના-મોટા ઓપરેશનો નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા રાહત દરે કરવામાં આવશે. સ્વામિનારાયણ સંતોના હસ્તે થયેલા આ મંગલ પ્રારંભથી સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહેશે તેમ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે.
