ફ્રાન્સની પ્રાદેશિક બેંક ‘ક્રેડિટ મ્યુચ્યુઅલઆર્કેઆ’ (Credit MutuelArkea) એ બુધવારે જણાવ્યું હતું કે તે સાયબર હુમલાનો ભોગ બની છે, જેના કારણે લગભગ ૧૦૦ મિલિયનયુરો (૧૧૨ મિલિયન ડોલર) ના મૂલ્યનાછેતરપિંડીયુક્તવ્યવહારો થયા છે.
બેંકે જણાવ્યું હતું કે આ હુમલાને “કાબૂમાં” લઈ લેવામાં આવ્યો છે. હુમલાખોરોએઆર્કેઆનાખાતામાં પ્રવેશ મેળવીને અન્ય બેંકોમાં રકમ ટ્રાન્સફર કરી હતી; ગ્રાહકોના ખાતાઓને કોઈ નુકસાન થયું નથી.
આર્કેઆએ વધુમાં જણાવ્યું કે ચોરાયેલી રકમને ખાસ પ્લેટફોર્મ્સ પર ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી દેવામાં આવી હતી, પરંતુ તેમાંથી અમુક રકમને બ્લોક કરી દેવામાં આવી છે અને બાકીની રકમ પાછી મેળવવાના પ્રયાસો ચાલુ છે.
આર્કેઆએ સ્પષ્ટ કર્યું કે આ વ્યવહારો માનવીય ભૂલને કારણે થયા નથી, પરંતુ “આ બહારથી કરવામાં આવેલો એક અત્યાધુનિક હુમલો હતો”.
સંસ્થાએ એ અંગે કોઈ વિગતો આપી નથી કે આ હુમલો કેવી રીતે કરવામાં આવ્યો અથવા તેની પાછળ કોનો હાથ હોઈ શકે છે.
પેરિસ પબ્લિક પ્રોસિક્યુટરની કચેરીએ મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરી દીધી છે.
તેમણે કહ્યું કે આ તપાસ “એક સંગઠિત જૂથ દ્વારા સ્વચાલિત ડેટા પ્રોસેસિંગસિસ્ટમ પર કરવામાં આવેલા હુમલા” અંગે છે.
બેંકે એક અખબાર દ્વારા જણાવવામાં આવેલા ૧૩૩ મિલિયનડોલરનાનુકસાનનાઆંકડાની પુષ્ટિ કરી નથી, પરંતુ નુકસાનનાવ્યાપની વાત સ્વીકારી છે.
બેંકે ઉમેર્યું કે, “હુમલામાંસંડોવાયેલી રકમ – જેનું મૂલ્યાંકન હજુ ચાલી રહ્યું છે – તે એટલી મોટી નથી કે જેનાથી જૂથની આર્થિક સ્થિતિ અને મજબૂતી પર કોઈ અસર પડે.”
આ બેંકે વર્ષના પ્રથમ છ મહિનામાં ૨૩૦ મિલિયનયુરોનો ચોખ્ખો નફો કર્યો હતો.
