અવધ એક્સપ્રેસ | પાલિતાણા
પાલિતાણા ખાતે કેન્દ્રીયરાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો
પાલિતાણા અને જેસરના991 વરિષ્ઠ નાગરિકોને રૂ. 92.89 લાખની કિંમતના 5445 સહાયક સાધનોનુંવિનામૂલ્યે વિતરણ
પાલિતાણા ખાતે ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીયરાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાનાઅધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પાલિતાણા અને જેસર તાલુકાના 991 લાભાર્થીઓને રૂ. 9289856ની કિંમતના કુલ 5445 સહાયક સાધનોનુંવિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીયરાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના રાષ્ટ્રસેવા અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત પાલિતાણા ખાતે વરિષ્ઠ નાગરિકો માટે આ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો છે. વડીલોને પોતાના માતા-પિતા સમાન ગણી તેમની સેવા કરવાનો અવસર મળવો એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે. વડીલો પ્રત્યે સ્નેહ અને આત્મીયતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, જ્યારે કોઈ વડીલ પ્રેમથી તેમનો હાથ પકડીને બોલાવે છે ત્યારે પોતાના માતા-પિતા પ્રેમથી બોલાવતા હોય તેવી આત્મીય અનુભૂતિ થાય છે. વડીલો પ્રત્યેની આ લાગણી અને સંવેદનાને સેવા સાથે જોડીને તેમની મુશ્કેલીઓ દૂર કરી સન્માનપૂર્વકનું જીવન જીવવામાં સહાયરૂપ થવાનો આ સેવાયજ્ઞ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વધતી ઉંમર સાથે વડીલોને ચાલવામાં, સાંભળવામાં, જોવામાં તેમજ દાંત સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત આર્થિક સંકડામણને કારણે તેઓ પોતાની જરૂરિયાત પણ વ્યક્ત કરી શકતા નથી. આવા સંજોગોમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત આપવામાં આવતા વ્હીલચેર, વોકર, શ્રવણયંત્ર, ઘૂંટણ-કમરનાપટ્ટા અને દાંતનાચોકઠાંસહિતનાં સહાયક સાધનો તેમના જીવનમાં સરળતા, આત્મવિશ્વાસ અને સ્વાવલંબન વધારવામાં મદદરૂપ બનશે. 991 વરિષ્ઠ નાગરિકોને મળેલી આ સહાય માત્ર સાધન નથી, પરંતુ તેમના જીવનમાં ખુશી અને નવી આશાનો ઉજાસ લાવતો સેવા સંકલ્પ છે.
કેન્દ્રીયરાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી છેવાડાના લોકો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા સતત સેવાકીયઅભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે. દિવ્યાંગજનો માટે યોજાયેલા કેમ્પમાં આશરે અઢી હજાર લાભાર્થીઓનુંએસેસમેન્ટ કરી રૂ. 4 કરોડની વિવિધ સાધન સહાય આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. જરૂરિયાતમંદોને સરકારની યોજનાઓનો લાભ સરળતાથી મળે તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, જિલ્લા વહીવટીતંત્ર અને એલિમ્કોની ટીમ દ્વારા કરવામાં આવેલા સંકલિત પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈમોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના સંકલ્પ અને મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ છેવાડાનામાનવીના જીવનમાં સુવિધા અને પરિવર્તન લાવવાના પ્રયાસો સતત આગળ ધપાવવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, વડીલોને જરૂરી સહાયક સાધનો ઉપલબ્ધ કરાવી તેમને સ્વાવલંબી બનાવવાનો આ સંવેદનશીલ પ્રયાસ છે. વિકસિત ભારતના સંકલ્પ સાથે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી સહાય પહોંચાડવાની સરકારની પ્રતિબદ્ધતાનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ સાધનો વડીલોના દૈનિક જીવનમાં સરળતા લાવી તેમના આત્મવિશ્વાસ અને સ્વાવલંબનમાં વધારો કરશે.

જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું કે, વડીલોની સેવા કરવાનો અવસર એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે. કેન્દ્રીયરાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં આશરે 10 હજાર વરિષ્ઠ નાગરિકોનું ઝીણવટપૂર્વક સ્ક્રીનિંગ કરી તેમની વ્યક્તિગત જરૂરિયાત અને માપ અનુસાર સહાયક સાધનોની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર, સમાજ સુરક્ષા વિભાગ અને એલિમ્કોની સંકલિત કામગીરીથીજરૂરિયાતમંદવડીલોને તેમની જરૂરિયાત મુજબનાં સાધનો મળી રહ્યા છે, જે તેમના જીવનમાં સરળતા, આત્મવિશ્વાસ અને સ્વાવલંબનનો સહારો બનશે.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહસરવૈયા તથા આગેવાન દિગ્વિજયસિંહગોહિલે પ્રસંગોચિત પ્રવચનો કર્યાં હતાં.
દિવ્યાંગજનોનાસશક્તિકરણ માટે ADIP યોજના અંતર્ગત ભાવનગર અને બોટાદ જિલ્લાના આશરે 2600 લાભાર્થીઓને રૂ. 4 કરોડથી વધુની સાધન સહાય આપવામાં આવી છે.
તે જ રીતે, ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત આશરે 8000 વરિષ્ઠ નાગરિકોનુંએસેસમેન્ટ કરવામાં આવ્યું છે, જેમને રૂ. 7.66 કરોડની કિંમતની સાધન સહાય આપવામાં આવનાર છે.
એલિમ્કો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ સહાયક સાધનોમાં 184 વ્હીલચેર, 631 ચાલવાની લાકડીઓ (માનક, ટ્રાઇપોડ અને ક્વોડ્રિપોડ), 850 શ્રવણ સહાય, 125 દંતચિકિત્સા સાધનો, 775 કટિ બેલ્ટ, 1728 ઘૂંટણના કૌંસ, 68 ખભાના કૌંસ, 237 વોકર્સ, 435 સીટ ગાદી, 313 કોમોડ સ્ટૂલ, 97 સીટ સાથેની ચાલવાની લાકડીઓ અને 02 ગરદનના કૌંસ સહિતનાંસાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉદ્યોગપતિઓ, ગૌરક્ષા સંસ્થાના પ્રતિનિધિઓ તથા સખી મંડળનીબહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
અંતમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલચૌધરીએઆભારવિધિ કરી હતી.
પાલિતાણા હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કેમ્પમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, પ્રાંત અધિકારી પાર્થ મિશ્રા, મામલતદાર અર્જુનસિંહ ડોડીયા, પાલિતાણા તાલુકા પંચાયત પ્રમુખ મુક્તાબેનમાંડાણી, જેસર તાલુકા પંચાયત પ્રમુખ , પાલિતાણા નગરપાલિકા ચેરમેન સુલોચનાબેનમકવાણા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુરેશભાઈ, એલિમ્કો ગુજરાતના ઇન્ચાર્જ મૃદુલ અવસ્થી, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહસરવૈયા, આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલ, રાજુભાઈ ફાળકી, ભરતભાઈ મેર, કોમલકાંતશર્મા, કુલદીપસિંહ સહિત જિલ્લાના અધિકારી ઓ-પદાધિકારી ઓ તેમજ પાલિતાણા અને જેસર તાલુકાના વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
