અવધ એક્સપ્રેસ | ગાંધીનગર,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જયંતિ અવસરે ગાંધીનગરમાં ખાદી હાટમાંથી ખાદી ખરીદી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીએ ખાદી ફોર ફેશન-ખાદી ફોર નેશનના મંત્ર સાથે ખાદીના ઉપયોગ અને ખાદી ખરીદીનો વ્યાપ વધારવાની કરેલી અપીલનોમુખ્યમંત્રીશ્રીએપ્રતિસાદ આપ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે ગાંધી જયંતિ નિમિત્તેયોજાયેલી સર્વધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈને ગાંધીનગર પરત આવતાવેંત સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ખાદી ગ્રામોદ્યોગ હાટ પહોંચ્યા હતા.
તેમણે આ ખાદી ભંડારામાંથી વિવિધ ખાદી વસ્ત્ર ઉત્પાદનો ખરીદ કરીને ડિજિટલટ્રાન્ઝેક્શનને વેગ આપવાના વડાપ્રધાનશ્રીના આહવાન અનુરૂપ ડિજિટલપેમેન્ટ કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીએખાદીનાઉત્પાદનો અને ખાદી ખરીદી દ્વારા ખાદી વણાટ સાથે સંકળાયેલા ગરીબ જરૂરતમંદ પરિવારોના જીવનમાં આર્થિક આધાર આપવાની અનુકરણીય પહેલ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળથી શરૂ કરાવેલી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજે ખાદી ખરીદી કરીને તેને વધુ વેગ આપ્યો હતો.
મુખ્યમંત્રી સાથે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ તેમજ પદાધિકારીઓ પણ આ વેળાએ જોડાયા હતા.
