દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ તથા જનસેવાના ગૌરવવંતા ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ચાલી રહેલા "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત આજરોજ અંજલિ ડેન્ટલ ક્લિનિક, ગોધરા ખાતે નિઃશુલ્ક મેગા ડેન્ટલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ૧૮૦થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક દાંતની તપાસનો લાભ લીધો હતો, જ્યારે ૭૦ જેટલા દર્દીઓના નિઃશુલ્ક X-Ray કરવામાં આવ્યા હતા. કેમ્પમાં ઉપસ્થિત તમામ દર્દીઓને ક્લિનિક તરફથી ડેન્ટલ અવેરનેસ કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.આ પ્રસંગે અંજલિ ડેન્ટલ ક્લિનિકના *ડો. ચિરાગ ઠાકરે* જણાવ્યું હતું કે, "અંજલિ ડેન્ટલ ક્લિનિક હંમેશા દર્દીઓના સંતોષ અને આધુનિક ઉત્તમ સારવાર માટે પ્રતિબદ્ધ રહ્યું છે. આ સેવાકીય કાર્યક્રમની પ્રેરણા મારા પિતાશ્રી *શ્રી શૈલેષભાઈ ઠાકર* તરફથી મળી હતી, જેના થકી આ સુંદર કાર્યક્રમનું સફળ આયોજન થઈ શક્યું છે."આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી *હર્ષદભાઈ વસાવા*, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી *મયંકભાઈ દેસાઈ*, જિલ્લા મહામંત્રી શ્રી *કુલદીપસિંહ સોલંકી*, ગોધરા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, *ભારત વિકાસ પરિષદ, ગોધરા શાખાના સૌ હોદ્દેદારો* પંચમહાલનું ઘરેણુ લોકગાયિકા *અનીતાબેન ગઢવી* *સોનલબેન બારોટ,* અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોએ અંજલિ ડેન્ટલ ક્લિનિકની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અને તેને વડાપ્રધાનશ્રીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના મંત્રને સાકાર કરતું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.અંતમાં અંજલિ ડેન્ટલ ક્લિનિક અને ઠાકર પરિવાર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.