યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિરઝેલેન્સ્કીએ ભારત અને અન્ય 46 દેશોને તેમના નાગરિકોને રશિયા-યુક્રેન યુદ્ધમાં સામેલ થતા અટકાવવા વિનંતી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે રશિયા આ સંઘર્ષ માટે વિદેશી નાગરિકોની ભરતી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે રશિયા ઘણા દેશોના નાગરિકોની ભરતી કરી રહ્યું છે અને તેમને યુદ્ધના મેદાનમાં મોકલી રહ્યું છે.
તેમણે આરોપ લગાવ્યો કે ‘છેતરપિંડી અને યુક્તિઓ’ દ્વારા રશિયા લાવવામાં આવ્યા બાદ આ દેશોના લોકો સંઘર્ષમાં જીવ ગુમાવી રહ્યા છે.
‘પુતિનને તમને આ યુદ્ધમાં ખેંચવા ન દો’: ઝેલેન્સ્કી
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 81મા સત્રને સંબોધતાઝેલેન્સ્કીએ કહ્યું, “અમે જાણીએ છીએ કે રશિયા તેના યુદ્ધમાં 47 દેશોના નાગરિકોનો ઉપયોગ કરે છે. ઘાના, નેપાળ, તાજિકિસ્તાન, ભારત, યમન, કેન્યા, ઝિમ્બાબ્વે, ક્યુબા, બેલારુસ, સુદાન, દક્ષિણ આફ્રિકા અને અન્ય ઘણા દેશો. અમે યુદ્ધના મેદાનમાં એવા લોકોને પણ મરતા જોઈએ છીએ જેઓ રશિયન નથી – તમારા દેશોના, એટલે કે તે 47 દેશોના લોકો, જેઓ છેતરપિંડી અને યુક્તિઓ દ્વારા રશિયા પહોંચ્યા હતા.”
યુક્રેનનારાષ્ટ્રપતિએરશિયાની સંઘર્ષ ચાલુ રાખવાની ક્ષમતાને મર્યાદિત કરવા માટે પગલાં લેવાની પણ હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું, “હું આ 47 દેશોના દરેક પ્રતિનિધિ સાથે સીધી વાત કરવા માંગુ છું. તમે જાણો છો કે રશિયા તમારા લોકો, તમારા નાગરિકો સાથે શું કરી રહ્યું છે. તેમની સંભાળ રાખો અને તેમને અન્ય મોરચે (યુદ્ધના મેદાનમાં) જતા અટકાવો. પુતિનને તમને આ યુદ્ધમાં ખેંચવા ન દો. તેની કામગીરીનાઅવકાશને મર્યાદિત કરો, તેના નાણાં પર રોક લગાવો અને તેના યુદ્ધને મર્યાદિત કરો.”
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 227 ભારતીય નાગરિકોની રશિયન સશસ્ત્ર દળોમાં ભરતી કરવામાં આવી હતી, જેમાંથી 139ને મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે 51ના મૃત્યુ થયા છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએસપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કહ્યું હતું કે નવી દિલ્હી ત્યાં રહેલા કોઈપણ વ્યક્તિની મુક્તિ અને સ્વદેશ વાપસી માટે મોસ્કો સાથે સતત વાતચીત કરી રહ્યું છે.
‘રશિયાના નાણાકીય પ્રવાહનેઅટકાવવો જોઈએ’: ઝેલેન્સ્કી
યુક્રેનનારાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયાના ઇતિહાસમાં પ્રથમ વખત, તેનો તેલ ઉદ્યોગ – જેને તેમણે રાષ્ટ્રીય ગૌરવનો સ્ત્રોત ગણાવ્યો હતો – તે ગંભીર દબાણનો સામનો કરી રહ્યો છે.
તેમણે કહ્યું કે યુક્રેનનો ઉદ્દેશ્ય તેલ, ઇંધણનો પુરવઠો, કારખાનાઓ અથવા બંદરોને નિશાન બનાવવાનો નથી, પરંતુ રશિયાની યુદ્ધ માટે નાણાં પૂરા પાડવાની અને યુદ્ધ ચાલુ રાખવાની ક્ષમતાને મર્યાદિત કરવાનો છે. “તેલ પોતે યુક્રેનનું લક્ષ્ય નથી – પછી ભલે તે પેટ્રોલ હોય કે ડીઝલ – કે પછી કારખાનાં કે બંદરો પણ અમારું લક્ષ્ય નથી. અમારું લક્ષ્ય રશિયાની એ ક્ષમતાનેરોકવાનું છે જેના દ્વારા તે આ યુદ્ધને નાણાં પૂરાં પાડે છે, તેને લંબાવે છે અને તેને વધુ ક્રૂર તથા વિનાશક બનાવે છે,” તેમણે કહ્યું.
ઝેલેન્સ્કીએઉમેર્યું, “જો પુતિનનેરોકવા હોય તો રશિયાની આર્થિક વ્યવસ્થા અને ઉત્પાદન ક્ષમતાને અટકાવવી અનિવાર્ય છે.”
કાળા સમુદ્ર (બ્લેક સી)માં સુરક્ષિત જહાજ-પરિવહન માટે ભારતનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે.
યુક્રેનનારાષ્ટ્રપતિએ આ સંઘર્ષની વ્યાપક અસરો ઘટાડવાનાપ્રયાસોમાં ભારતની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રની બેઠક દરમિયાન યુક્રેનના નેતૃત્વમાં યોજાયેલી’ક્રિમિયન પ્લેટફોર્મ’ સમિટમાંબોલતાઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ભારત, ઇજિપ્ત અને તુર્કીએ કાળા સમુદ્રમાં સુરક્ષિત વ્યાપારી જહાજ-પરિવહન પુનઃસ્થાપિત કરવા માટેના ઉપાયોસૂચવ્યા છે. તેમણે કહ્યું કે યુક્રેન દરિયાઈ ક્ષેત્રમાં યુદ્ધવિરામનું સમર્થન કરવા તૈયાર છે અને મોસ્કોનાપ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે.
તેમણે કહ્યું, “અમે રશિયાના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છીએ. જો રશિયા પણ તણાવ ઘટાડવા તરફ વાસ્તવિક પગલાં લેવા તૈયાર હોય, તો કાળા સમુદ્રમાં સુરક્ષિત જહાજ-પરિવહન અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુક્રેન તૈયાર છે. આપણે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે.”
